નવી
દિલ્હી
:
કેમ્પસ
હાયરિંગના
ઘટતાં
પ્રભાવ
છતાં
દેશના
IT & ITeS
ક્ષેત્રમાં
ચાલુ
વર્ષે
નોકરીની
1.20
લાખ
તક
સર્જાવાની
શક્યતા
હોવાનું
નિષ્ણાતોએ
જણાવ્યું
હતું
.
પશ્ચિમના અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યા હોવાથી કેમ્પસ હાયરિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેથી આ વર્ષે મોટા ભાગની ભરતી ખુલ્લા માર્કેટમાંથી થશે .
ગય વર્ષે કેમ્પસ હાયરિંગનું પ્રમાણ ઘટ્યું હતું , આ વખતે પણ એવી જ સ્થિતિ છે . ચાલુ વર્ષે આ ક્ષેત્રે નોકરીની 1,20,000 જગ્યાઓ સર્જાવાનો અમારો અંદાજ છે , તેમ ટેલેન્ટ એસેસમેન્ટ કંપની મેરિટ ટ્રેડના ઈનોવેશન અને કોર્પોરેટ બિઝનેસના વડા રાજીવ મેનને જણાવ્યું હતું .
નાસકોમના અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે IT સેક્ટર 12 થી 14 ટકાના દરે વિકાસ સાધે તેવી શક્યતા છે .
વર્ષો સુધી IT કંપનીઓ ભરતી માટે કેમ્પસ હાયરિંગ પર મદાર રાખતી હતી . જોકે , 2008 બાદ બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને તેનાથી કેમ્પસમાંથી હાયરિંગ પર અસર જોવા મળી હતી .
ગત વર્ષે 1.8 લાખ ગ્રેજ્યુએટની કેમ્પસમાંથી IT સેક્ટરમાં સીધી ભરતી થઈ હતી જે પ્રમાણ આ વર્ષે 30 ટકા ઘટવાની સંભાવના છે .
બદલાતી આર્થિક પરિસ્થિતિને કારણે કેમ્પસમાંથી સીધી ભરતીનું પ્રમાણ ઘટી રહ્યું છે . બિઝનેસની માંગમાં સાતત્યના અભાવે એન્ટ્રી લેવલની ભરતી પર અસર જોવા મળી છે .
આ નવા ટ્રેન્ડ અંગે બોલતાં ગ્લોબલ હન્ટના એમડી સુનિલ ગોયલે જણાવ્યું હતું કે , હાલમાં સ્થિતિ એવી છે કે નીચા ભાવે અનુભવી લોકો ઉપલબ્ધ હોવાથી કેમ્પસમાંથી સીધી ભરતી કરવાનું ઘટી રહ્યું છે . આ સ્થિતિમાં કંપનીઓ પણ સીધી માર્કેટમાંથી ભરતી કરવાનું પસંદ કરી રહી છે .
2005 માં IT ક્ષેત્રે કેમ્પસમાંથી 3,65,000 સ્નાતકોની સીધી ભરતી કરવામાં આવી હતી પણ , તે પ્રમાણે 2012 માં ઘટીને 1,30,000 થઈ ગયું હતું .

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.